રાપર તાલુકાના મેવાસ ગામમાં ડેમ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન

 રાપર તાલુકાના મેવાસ ગામમાં ડેમ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન

રાપર તાલુકાના મેવાસ ગામમાં આવેલો ડેમ સતત ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે ધરાશાયી થતા ગામલોકો અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ઘુસી જતા પાકનું કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી.


ત્રણ મહિના અગાઉ આ ડેમમાં મરામતનું કામ કરાયું હોવા છતાં પણ ડેમ તૂટી પડતાં કામની  અંગે મોટો સવાલ ઊભો થયો છે. 

ગામના સરપંચ અને પંચાયત પ્રતિનિધિઓને સંપર્ક કરતા તેઓએ જ જણાવ્યું કે કઈ એજન્સીએ કામ કર્યું હતું તે તેમને ખબર નથી. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ જાણકારી નથી તો આ માટે જવાબદાર કોણ છે?


ડેમની બાજુમાં આવેલી રસ્તો પણ પાણીમાં વહેતા નુકસાન પામ્યો છે. મેવાસ ડેમ ગામ માટે અત્યંત મહત્વનો હતો કારણ કે તેમાં મોટું પાણી સંગ્રહ થતું હતું અને ખેડૂતોના ખેતરો માટે જીવનરેખા સમાન હતો.


હવે ડેમ તૂટવાથી ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain