વાંઢીયા ગામે રેશન કૌભાંડની ચર્ચા – “માલ આવે છે ક્યાં? જાય છે ક્યાં?
વાંઢીયા ગામે રેશન કૌભાંડની ચર્ચા – “માલ આવે છે ક્યાં? જાય છે ક્યાં?”
ગામજનોનો સવાલ – ગરીબોના હક્કનું અનાજ મધ્યમાં ગાયબ કેમ?
મામલતદારની તપાસ માત્ર દેખાવ પૂરતી? – લોકોમાં રોષ
ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાં રેશનના અનાજને લઈને ભારે લોકચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ગરીબો માટે ફાળવાયેલું અનાજ ગામ સુધી આવે છે, પરંતુ લોકો સુધી યોગ્ય રીતે પહોંચતું નથી એવી ગંભીર શંકા ઉભી થઈ રહી છે.
ગામજનોના આક્ષેપ મુજબ ઉપરથી પૂરતો માલ ફાળવાય છે, પરંતુ ગામની દુકાનોમાં આવક-જાવકના કોઈ ચોક્કસ રેકોર્ડ જોવા મળતા નથી. બોર્ડ પર લખાયેલા ભાવ, કેમેરા તેમજ સમયની વિગતો કાગળ પર જ સીમિત રહી છે. “મન ફાવે ત્યારે માલ આવે છે અને મન ફાવે ત્યારે જતી રહે છે” એવી લોકોમાં ફરિયાદો ઉઠી છે.
થોડાક સમય પહેલાં મામલતદાર કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ગામજનોના મતે તે માત્ર દેખાવ પૂરતી જ રહી હતી. હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે –
👉 ગામમાં રેશનનો માલ આવે કેટલો છે?
👉 અને તે જાય છે ક્યાં?
લોકોનું માનવું છે કે જો નિષ્પક્ષ અને ગંભીર તપાસ હાથ ધરવામાં આવે તો મોટા કૌભાંડનો ભાંડો ફૂટે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાત સરકાર સતત દાવો કરે છે કે ગરીબોને પૂરતું અનાજ પૂરો પાડવામાં આવે છે, પરંતુ વાંઢીયા ગામની હકીકત સરકારના દાવાને ખોટી ઠરાવે છે.
ગામજનોની માગણી:
🔹 રેશનના માલની પારદર્શક એન્ટ્રી-એક્ઝિટ નોંધણી
🔹 મામલતદાર કચેરી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવી
🔹 સીસીટીવી ફૂટેજ અને બોર્ડ પર વિગતો ફરજિયાત રીતે મૂકવી
👉 ગ્રામજનોનો અવાજ છે – “અમને અમારા હકનું રેશન જોઈએ, કૌભાંડ નહીં!”

Post a Comment