૨૫ વર્ષ પછી ફરી રંગરૂપ સાથે ગુજરાતી ફિલ્મ “મૈયર માં મનડું નથી લાગતું”નું રી-રિલીઝ

 ૨૫ વર્ષ પછી ફરી રંગરૂપ સાથે ગુજરાતી ફિલ્મ “મૈયર માં મનડું નથી લાગતું”નું રી-રિલીઝ

અમદાવાદ: ગુજરાતી સિનેમાની લોકપ્રિય ફિલ્મ "મૈયર માં મનડું નથી લાગતું" હવે ૨૫ વર્ષ પછી ફરી એકવાર પ્રેક્ષકોને નવી ઉજવણી સાથે જોવા મળશે. નવા રંગરૂપ અને ટેકનિકલ અપગ્રેડ સાથે ફિલ્મનું રી-રિલીઝ આ સપ્ટેમ્બર મહિનાથી થવાનું છે.

ફિલ્મના નિર્દેશક જશવંત ગંગાણી અને પ્રોડ્યુસર ડી.કે. દાંખરાના પ્રસ્તુતિ હેઠળ બનેલી આ ફિલ્મ ૧૯૯૦ના દાયકામાં પ્રેક્ષકોના દિલમાં ખાસ સ્થાન બનાવી ચૂકી છે. સંગીત ગુરાંગ વ્યાસનું અને કથાસંકલન-સ્ક્રીનપ્લે જશવંત ગંગાણીનું છે.

તાજેતરમાં અભિનેતાઓએ ફિલ્મના પોસ્ટર સાથે યાદગાર પળો વહેંચી હતી, જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો ૨૫ વર્ષ પહેલાની યાદોને તાજી કરી રહ્યા હતા. ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે આ ફરી એકવાર જૂના સમયનો આનંદ માણવાનો સુવર્ણ અવસર બની રહેશે - અહેવાલ યોગેશ પંચાલ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain