અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં *દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ.*ની ડીલર મીટિંગ સફળતાપૂર્વક યોજાઈ.

 અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં *દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ.*ની ડીલર મીટિંગ સફળતાપૂર્વક યોજાઈ.

અમદાવાદ, તા. 10 ઓગસ્ટ 2025 કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી એસ.પી. દેશમુખ અને વિશિષ્ટ અતિથિ તરીકે ડિરેક્ટર (ઇન્ટરનેશનલ બિઝનેસ) ડૉ. એસ. લોકોનાથન હાજર રહ્યા. સાથે જ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જી.કે. ભગત, રીજનલ મેનેજર શ્રી યોગેન્દ્ર સિંહ, સિનિયર સાયન્ટિસ્ટ (એગ્રોનોમી) ડૉ. મનોજ કુમાર અને એગ્રો ઇનપુટ વેલફેર એસોસિયેશન, ગુજરાત કૃષકના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઘનશ્યામભાઈ સાવધારિયા ઉપસ્થિત રહ્યા.

મીટિંગમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડીલરો જોડાયા. કંપનીના લોકપ્રિય પ્રોડક્ટ બૂમ ફ્લાવરની એડવાન્સ બુકિંગ સ્કીમ માટે લકી ડ્રૉ યોજાયો અને વિજેતાઓને પુરસ્કાર અપાયા.

કંપનો પરિચય:1985માં મદુરાઇ (તમિલનાડુ) ખાતે સ્થાપિત દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ. છેલ્લા ચાર દાયકાથી દેશ-વિદેશના ખેડૂતોને નવી ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા સેવા આપે છે. કંપનીનું બૂમ ફ્લાવર ભારતનું પ્રથમ PGR (પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર) તરીકે નોંધાયેલ પ્રોડક્ટ છે, જે છેલ્લા બે દાયકાથી દેશ-વિદેશમાં અગ્રણી અને વિશ્વસનીય બ્રાન્ડ છે. કંપનીનું વેચાણ નેટવર્ક 18 ભારતીય રાજ્યો અને 22 દેશોમાં વિસ્તરેલું છે, તેમજ બાયો સ્ટિમ્યુલન્ટ અને બાયો ફર્ટિલાઇઝરનો વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain