જગતપુર કલોલ ખાતે " ક્ષત્રિયાની ત્રીજ લહેરીયા તહેવાર"નું આકર્ષક આયોજન

 જગતપુર કલોલ ખાતે " ક્ષત્રિયાની ત્રીજ લહેરીયા તહેવાર"નું આકર્ષક આયોજન

કલાકારસભર સૌંદર્ય અને રાજસ્થાની પરંપરાનો ઝલકતો નજારો જોઈ મનોરંજન મસ્તીથી ભરાઈ ગયું "ક્ષત્રિયા ની ત્રીજ લહેરીયા તહેવાર"!

અમદાવાદના જગતપુર સનરાઈઝ હોમ્સ ક્લબ ખાતે 'સાવન લાયા હૈ ત્રીજ કા તહેવાર'ની ઉજવણી ખાસ અંદાજમાં કરવામાં આવી. ઉમા શેખાવત, સીતા કૅવર અને મમતા કૅવર દ્વારા આયોજન કરાયેલા આ તહેવારમાં રાજસ્થાની સંસ્કૃતિનો સમૃદ્ધ રંગ જોવા મળ્યો.

🔸 મહિલાઓએ ટ્રેડિશનલ લહેરીયા ડ્રેસમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજ્યો અને લોકસંગીત સાથે સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું.

🔸 તહેવારની મહેક સાથે અંતે સૌએ મોજમાં રાત્રિ ભોજનનો આનંદ પણ માણ્યો.

આ કાર્યક્રમ સમાજના સંકલન અને સંસ્કૃતિજ્ઞાન માટે ઉદાહરણરૂપ બન્યો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain