સામખીયારી હાઈવે પરથી ચોરીના ડિઝલ સાથે એક ઇસમ પકડી પાડયો!

સામખીયારી હાઈવે પરથી ચોરીના ડિઝલ સાથે એક ઇસમ પકડી પાડયો! 

પોલીસની ધમાકેદાર કાર્યવાહીથી ૨૫૦ લીટર ડિઝલ કબ્જે

દારૂ–ડિઝલ ચોરીની શોધમાં સામખીયારી પોલીસનો દબદબો

ભચાઉ તાલુકાના સામખીયારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સુરજબારી હાઈવે પર દારૂ અને ચોરીના ગુનાઓ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સૂચના આધારે સહયોગ હોટલના ગ્રાઉન્ડમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ઓરડીમાંથી કુલ ૨૫૦ લીટર ડિઝલ મળ્યું હતું. જે ડિઝલ ૧ લીટર રૂ. ૯૦ ભાવ પ્રમાણે કુલ રૂ. ૨૨,૫૦૦/- નું હતુ.

આ ડિઝલ ચોરી કે છળકપટ દ્વારા મેળવવામાં આવ્યું હોવાને પગલે બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરવામાં આવ્યું હતું અને એક આરોપીને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૨)(ઈ) હેઠળ કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે.

પકડી પાડાયેલ આરોપીનું નામ: શ્રવણસિંહ સુલતાનસિંહ ભાટી (ઉ.વ. ૫૩) રહે. સહયોગ હોટલ, શિકારપુર સીમ, ભચાઉ તાલુકો સામખીયારી પોલીસની ટીમ દ્વારા દેખાવેલી આ કાર્યવાહીની પ્રશંસા કરી શકાય તેટલી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain