ભુજ શહેર બી ડીવીઝન પોલીસનો દરોડો: કેમ્પ એરીયામાં ઇંગ્લિશ દારૂની મહેફીલ કરતા 10 શખ્સો ઝડપાયા

ભુજ શહેર બી ડીવીઝન પોલીસનો દરોડો: કેમ્પ એરીયામાં ઇંગ્લિશ દારૂની મહેફીલ કરતા 10 શખ્સો ઝડપાયા

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ બી.ડિવિઝન પોલીસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે કેમ્પ એરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂની મહેફીલ માણતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ખાનગી માહિતીના આધારે પોલીસે કેમ્પ એરીયામાં રેઇડ કરી હતી જ્યાં આરોપીઓ વિદેશી દારૂ સાથે મહેફીલ માણતા મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી ઈંગ્લિશ દારૂ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩૨૫,૦૦૦/-થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા આરોપીઓ: આ દરોડામાં મોહન ઉર્ફે મોનુ ભદોરીયા, રામબરન કુશવાહ, કુંવરસિંહ કુશવાહ, સંતોષકુમાર પ્રજાપતિ, બાદલ ઓઝા, સુરેન્દ્ર કુશવાહ, રામકુમાર લુહાર, સુરેન્દ્રસિંહ યાદવ, સંદીપ સીસોદિયા અને રાહુલ શર્મા સહિત કુલ 10 શખ્સો સામે પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • રોયલ ચેલેન્જ વિસ્કી બોટલ – ₹1,990/-

  • 1 ઇકો ફોર વ્હિલર – ₹1,50,000/-

  • 3 ટુ વ્હિલર વાહન – કુલ ₹90,000/-

  • મોબાઈલ ફોન – 11 નંગ – ₹85,500/-

  • ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ – 15 નંગ

કામગીરીમાં જોડાયેલા સ્ટાફ:

પો.હેડકોન્સ. ભરતભાઈ કાનાજી, મુકેશભાઈ કાળુભાઈ, પો.કોન્સ. લાલજીભાઈ, નાનુભાઈ જીવાભાઈ, પ્રકાશભાઈ સવશીજી, પી.સી.આર. ઇન્ચાર્જ દિનેશભાઈ માધાભાઈ અને મુજીફખાન દિલાવરખાન સહિતના સ્ટાફે મળીને આ સફળ કામગીરી અંજામ આપી.


જોઈએ છે ગુજરાતનાં તમામ ગ્રામ્ય વિસ્તાર,તાલુકાઓ અને જીલ્લાઓમાં માનદ પત્રકાર મિત્રો (ભાઈઓ અને બહેનો) ગુજરાતનું જાણીતુ રિપબ્લિક ઇન્ડિયા ટુડે માં માદ પત્રકાર તરીકે કામ કરવાની તક.

અમારી સાથે માનદ પત્રકાર તરીકે કામ કરવામાટે પત્રકારત્વની ડીગ્રીની કોઈ જ જરૂરીયાત નથી માત્ર મોબાઈલમાં ગુજરાતીમાં લખતા આવડતું હોઈ તે જરૂરી છે - મહેશ રાજગોર 9725414362

0/Post a Comment/Comments

Stay Conneted

Domain