રાપર તાલુકામાં બિનઅધિકૃત ખનન વિરુદ્ધ કાર્યવાહી : ત્રણ ડમ્પર ઝડપાયા, રૂ. ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત

 રાપર તાલુકામાં બિનઅધિકૃત ખનન વિરુદ્ધ કાર્યવાહી : ત્રણ ડમ્પર ઝડપાયા, રૂ. ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત

રાપર, તા. ૩૦ મે ૨૦૨૫ –

માનનીય જીલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ-પૂર્વ વિભાગની તપાસટીમ દ્વારા રાપર તાલુકામાં બિનઅધિકૃત ખનન, વહન અને ખનિજના સંગ્રહ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તા. ૩૦ મેના રોજ આકસ્મિક રીતે વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઈના ક્લે અને બ્લેકટ્રેપ જેવી ખનિજ સામગ્રીને બિનઅધિકૃત રીતે વહન કરતા ત્રણ ડમ્પર ઝડપવામાં આવ્યા હતા.

તપાસ દરમ્યાન કુલ અંદાજે રૂ. ૮૫ લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. તપાસટીમે આ સમગ્ર કાર્યવાહી કલેકટરશ્રીની સુચના અનુસાર શિસ્તબદ્ધ રીતે હાથ ધરી હતી.

જિલ્લા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખનિજના બિનઅધિકૃત ઉપયોગ અને વહન સામે આવનારા સમયમાં પણ આવા દરોડાઓ ચાલુ રહેશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain