કચ્છી માડુ પથ્થર ને પાટા મારી પાણી કાઢે તેનું ઉદાહરણ એટલે રવિ રાયશીભાઈ મહેશ્વરી
કચ્છના રવિ મહેશ્વરીએ અમદાવાદની શાંતમ નર્સિંગ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું
કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણ ગામના રવિ રાયશીભાઈ મહેશ્વરીએ અમદાવાદની પ્રસિદ્ધ શાંતમ નર્સિંગ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવી મહેશ્વરી સમાજ અને પિતામાતાનું ગૌરવ વધાર્યું છે.
રવિ મહેશ્વરીનો શૈક્ષણિક સફર સરળ નહોતો. કોરોના કાળમાં અભ્યાસ અર્ધવટ રહેતા તેમણે ૩-૪ વર્ષ સુધી કામ કર્યું. છતાં, ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને અનુસરી અને અભ્યાસને પુનઃશરૂ કરી, તેઓ શાંતમ નર્સિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા સમર્થ થયા.
નાનપણથી ચિત્રકામમાં કુશળ રહેલા રવિ અભ્યાસ સાથે ચિત્રકામ પણ કરતા રહ્યા. તેમની સતત મહેનત અને ધીરજનું પરિણામ એ થયું કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષામાં તેઓ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવી શકે.
રવિ મહેશ્વરીએ કહ્યું, “મહેનતનું બીજું કોઈ વિકલ્પ નથી. સતત પ્રયત્નો અને શ્રમ જ વ્યક્તિને સફળતા સુધી લઈ જાય છે.”
તેમની આ સિદ્ધિ પર પરિવારજનો, સગાસંબંધીઓ અને કચ્છ મહેશ્વરી સમાજ દ્વારા હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Post a Comment