જૂનાગઢ કાયદાના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓમાં ચાલતી કામગીરીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો

 જૂનાગઢ કાયદાના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓમાં ચાલતી કામગીરીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો

વિઝિટ. આઇ એ શૈખ પ્રિન્સિપાલ સેનીઓર સિવિલ જજ વંથલી.

એન આર જૈન સાહેબ 5 એડિસનલ ડીસ્ટ્રઇક્ટ અને સેશન જજ વંથલી 

મિસ્ટર હૈચ આર પરમાર સેક્રેટરી ડીસ્ટ્રઇક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જૂનાગઢ

મિસ્ટર એ મ મેમન એડિશનલ સિવિલ જજ અને જેએમફસી વંથલી

વી એ સૈયદ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ક્લાસ 1

સમાજ સુરક્ષા કચેરી.

જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ જૂનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ડો.પરવેઝ બ્લોચ ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢની વિવિધ સરકારી કચેરીઓનું નિરીક્ષણ કરી સમાજમાં તેની ઉપયોગીતા બાબતે ઝીણવટભર્યો અભ્યાસ કરી આ સંદર્ભે શું વધુ સારા ફેરફાર કય રીતે કરી શકાય તે માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય ડો.પરવેઝ બ્લોચ ના માર્ગદર્શન હેઠળ ટીમ લિડર મોનિકા વાઘેલા અને તેમની ટીમ ના ૧૪ મેમ્બર દ્વારા શહેરમાં આવેલ નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી (ડીવા એસપી ઓફિસ) , બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી,જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી,અને તાલુકા કોર્ટ વંથલી સહિતની કચેરીઓની મુલાકાત લય સમાજમાં આ કચેરીઓની શું કામગીરી છે તે અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

જુનાગઢ જિલ્લાની જે.જે.સી.ઈ.ટી. સંચાલિત લો. કોલેજ ના વિદ્યાર્થી દ્વારા જુદી જુદી ઓફિસ માં જઈ ને નિરીક્ષણ કર્યું હતું. ટીમના મેમ્બરો દ્વારા મકવાણા હસમુખ, વખેચા રોનક, રાવલ પ્રાંજલ, બોરીચાંગર પ્રિયાંશું, મકવાણા ઋષિતા ,પરમાર પૂજા , ધાનાણી જાનવી, સોંદરવા સેજલ ,સોંદરવા પાયલ ,શૈખ મોહમ્મદ,શૈખ ઉવેશ ,વઘાસિયા યશ ,કટારીયા હિતેશ સહિતના વિદ્યાર્થીઓએ સહકાર આપ્યો હતો તેમજ વિદ્યાર્થીઓએ વિશેષમાં જણાવ્યું હતું કે આ અભ્યાસમાં જોડાઈ વર્તમાન કચેરીઓ ખાતે ચાલતી કામગીરી વિશે માહિતગાર થઈ ઘણુ બધુ નજીકથી આ કામગીરીને જોવા માટે પ્રેરણા સાથે પ્રોત્સાહન આપવાથી ઘણું શીખવા મળ્યું છે આ બદલ તેઓએ કોલેજ મેનેજમેન્ટ તેમજ સરકારી કચેરીઓના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ.......જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain