પસુડા ગામમાં બળજબરીથી વીજલાઈન ગોઠવવાનો ખેડુતોનો વિરોધ

 પસુડા ગામમાં બળજબરીથી વીજલાઈન ગોઠવવાનો ખેડુતોનો વિરોધ

પસુડા ગામ: સરકાર અને વિજ કંપનીઓ દ્વારા ખેડુતોની જમીનમાં બળજબરીથી વીજલાઈનો ઊભી કરવાની ઘટના સામે ગામના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, કંપની દ્વારા કોઈપણ જાતનું વળતર આપ્યા વગર અને કોઈ અધિસૂચના કે સહમતી વિના વિજલાઈનના થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા.

આ ઘટના દરમિયાન કંપનીએ બંદૂકધારી પોલીસ બળ સાથે ખેતરોમાં પ્રવેશ કર્યો હતો અને ખેડૂતોને દબાવી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામજનોના મજબૂત વિરોધને કારણે હાલમાં કામ અટકાવવામાં આવ્યું છે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે વિજ કંપનીઓ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહી છે. ગુજરાત સરકારના સંબંધી જી.આર. મુજબ, જમીનના ખાતેદાર ખેડૂતોની સંપૂર્ણ સહમતી અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરી શકાય તેમ નથી.

ખેડૂતોએ ફરિયાદ કરી છે કે ન્યાય મેળવવા માટેની રજૂઆતો પણ હજી સુધી અનુકૂળ રીતે સાંભળવામાં આવી નથી. તેઓએ વધુમાં કહ્યું કે જો તેમને યોગ્ય વળતર અને ન્યાય ન મળશે, તો તેઓ કાનૂની માર્ગ અપનાવવા મજબૂર થશે.


ખેડૂત આગેવાનોની માંગ:


1. પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખેડૂતોની પૂર્વસહમતી લેવામાં આવે.


2. યોગ્ય વળતર ચૂકવવામાં આવે.


3. બળજબરી અને પોલીસ દાદાગીરી બંધ કરવી જોઈએ.


ગામમાં તંગદિલીનું વાતાવરણ: ગામજનોમાં આ ઘટનાને કારણે ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને વિજ કંપનીઓને આ ઘટનાનો યોગ્ય નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

ખેડુતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain