ફૂટી નીકળેલા સ્પાના રાફડામાં યુવાનોને મનોરંજન તો કેટલાંક પોલીસકર્મી માટે કમાઉ દીકરો
એક સમયે કચ્છમાં શરુ થયેલા સ્પા- મસાજ સેન્ટરમાં માત્રને માત્ર બોડી મસાજની સેવા પુરી પડાતી હતી જેમાં તાલીમ બધ્ધ યુવક અને યુવતીઓ દ્વારા આયુવૈદની રીતે અને અન્ય ટેકનીકથી પધ્ધતિસર મસાજ કરાતો હતો પણ હવે સમયની સાથે બદલાઈને ડગલેને પગલે પૂર્વ ફૂટી નીકળેલા સ્પાના રાફડામાં મસાજની સેવા ગાયબ થઈ રહિ છે.
જો કોઈ ને તેના સ્થાને સ્પા સેન્ટરોમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમવા લાગતા મોટી સંખ્યામાં યુવાનો લાભ થઈ રહ્યાં છે. તેમાંય મેમ્બરશીપ શરુ કરીને તેમને સ્પાના વ્યસની બનાવી દેવાયા છે. મોટાભાગના શોપિંગ મોલ્સમાં ભાડા પર ચાલતા સ્પા સેન્ટરોની કોઈ સત્તાવાર નોંધણી જ નથી કરાતી તેના કારણે કેટલાક પોલીસ કમીઓ અને વહીવટદારો લાભ લઈને મોટા હપ્તા લઈ રહ્યાં છે. એક અંદાજ અનુસાર પૂર્વ અને પશ્વિમ વિસ્તાર મળીને અંદાજે ૮૦૦થી વધુ સ્પા સેન્ટરો ધમધમી રહ્યાં છે. જેમાં પરપ્રાંતની યુવતીઓને બોલાવીને તેમનુ શોષણ કરાવાઈ રહ્યુ છે. થોડા સમય પહેલા સીઆઈડી કાઈમના સામુહિક દરોડા બાદ પણ આ સ્થિતિમાં કોઈ ફેર પડયો નથી તેને કારણે કેટલાક પોલીસ કમી-વહીવટદારો માટે આ સ્પા સેન્ટરો કાયમી ધોરણે કમાઉ દીકરા સાબિત થઈ રહ્યાંપોલીસકર્મીઓ સાથે રાઉન્ડ મારે છે તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

Post a Comment