રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લામાંના સાંસદના વિસ્તારમાં એક પાછી એક નકલી કેમ??
નકલી કચેરીની પણ તપાસ અટકી ગઈ? મોટા માથાના નામ આવે છે એટલે.??
નકલી કચેરી બાદ હવે દાહોદ જિલ્લામાં નકલી NA હુકમ કૌભાંડ
હવે દાહોદ એપીએમસીના ડિરેક્ટર નિલેશ બડદવાલની ફેક એન.એ હુકમ કૌભાંડમાં ધરપકડ: દાહોદની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
દાહોદમાં બહુચર્ચિત ફેક એન.એ કોભાંડની તપાસમાં ખૂબ મોટા ખુલાસાઓ થતા કેટલાક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી છે ત્યારે એક મોટા ખુલાસામાં દાહોદ એપીએમસીના ડિરેક્ટર નિલેશ બડદવાલ સંડોવણી બહાર આવતા દાાપેદ પોલીસે તેની પરપકડ કરી રિમાન્ડ માટે દાહોદની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા વેપારી આલમમાં પણ મૂકંપી ખળામળાટ મચી જવા પામ્યો છે.
દાહોદમા નકલી કચેરી કોબાડની તપાસ પૂર્ણ થઈ અને તે કૌભાંડમાં હવાલાતની હવા ખાનારા લગભગ તમામનો જેલમાંથી છૂટકારો થયો છે તેવા સમયે દાહોદ જિલ્લામાં સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કરાવતું કેક એન.એ કૌભાંડ સપાટી પર આવ્યું અને તે કોભાંડના માસ્ટરમાઈન્ડ સહિતના ત્રણ જેટલા સરકારી બાબુઓ પણહાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ મુખ્ય પૈકીના બે ભેજાબાજો રામુ પંજાબી અને કુતબી રાવતને પકડવામાં પોલીસને હજી સફળતા સાપડી નથી. કેટલાક દિવસ પહેલા 75 જેટલા આરોપીઓ વિરુદ્ધ આ મામલે ફરિયાદ કરાઈ હતી.
તેમાં પોલીસે કેટલાક આરોપીઓની પરપકડ કરી લીધી હતી. જ્યારે કેટલાક આરોપીઓ ધરપકડના ડરથી ફરાર થઈ ગયા છે. જોકે પોલીસ વિભાગ દ્વારા આરોપીઓની સીપી ધરપકડ કરવાને બદલે આરોપીઓને નોટિસો આપી તેમની પાસે ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરી રહી છે. તેઓના જવાબો અને બાહેધરી લખાવી લેવાય છે. પરંતુ છેલ્લે પોલીસ શું એક્શન લેશે તે હાલ કહી શકાય તેમ નથી. જો કે વર્તમાન કાર્યવાહી જોતા આરોપીઓએ જાતે જ હાજર થઈને પોતાના પુરાવા રજૂ કરવા તેમના હિતમાં હોવાનું લાગી રહ્યું છે. ત્યારે દાહોદ શહેરની પાસે આવેલી સર્વે નંબર ૩૧/૧૦,૩૧/૨વાળી જમીનનો એન એ નોહુકમ ઉપજાવી કાઢેલો હોવાથી જિલ્લા પંચાયત કચેરીના નિવૃત્ત કર્મચારીએ પોલીસ કરિયાદ નોંધાવી હતી. તેમા જમીન માલિક અને એપીએમસીના ડિરેક્ટર નિલેશ ગંભીરસિંહ બડદવાલને આરોપી બનાવેલો હતો જેની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ પરી છે.
આ આખાય કોભાંડમાં હવે શું ઘરો તેવી વિવિધ અટકળો થઈ રહી છે. પરંતુ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી જેપી ભંડારી તેમની ચક્રવ્યુહ રચના પ્રમાણે આખી તપાસને સંવેદનશીલ રહીને આગળ ધપાવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ ચોપડે ચડેલા આરોપીઓએ કાયદાની પ્રક્રિયામાંથી પસાર રથવું થવું પડશે તે સો ટકા નિશ્ચિત છે. નકલી એને હુકમ ક્રૌભાંડના ઘણા આરોપીઓ હઘલ કરાર છે. પોલીસ સિનિયર સિટીઝન, મહિલાઓ અને શારીરિક અશક્ત આરોપીઓ સાથે સવેદનશીલ છે. ઉપરાંત ફરાર આરોપીઓના સગા સબંધીઓ પણ નોટિસ અન્વયે પૂછપરછ કરવા આવે છે. ત્યારે પોલીસ તેમને પણ ગભીરતા પૂર્વક સાબળી રહી છે. જેથી ફરાર કે છુપાતા આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થઈ પોતાના પુરાવા અને સાચી હકીકત રજૂ કરવામાં જ હાલ તેમનું ભલુ લાગી રહ્યું છે.
.jpg)
Post a Comment