સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024 પર આશાનું કિરણ પ્રગટાવવા એક કાર્યક્રમનું આયોજન કર્યું

 સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024 પર આશાનું કિરણ પ્રગટાવવા એક કાર્યક્રમનું આયોજન કર્યું

ગાંધીધામ, 7 નવેમ્બર, 2024 - રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસ કેન્સરનું નિવારણ, વહેલાસર નિદાન અને સારવારનું મહત્વ સમજાવે છે. આ દિવસ દરેકને કેન્સર વિકસવાનાં જોખમને મહત્વપૂર્ણ રીતે ઘટાડવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દરેકને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે 7 નવેમ્બરના રોજ અમે કેન્સર સામે બહાદુરી સાથે લડનાર અને આ બિમારીમાંથી સફળતાપૂર્વક બહાર આવનાર લોકોને બિરાદવવા એકત્ર થઈએ છીએ.

આ જુસ્સા સાથે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વહેલાસર નિદાન અને સારવારની સુલભતા વધારીને દર્દીને શ્રેષ્ઠ પરિણામો મળે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ પહેલ હોસ્પિટલની કેન્સર અંગે જાગૃતિ વધારવાની સતત કટિબદ્ધતા વ્યક્ત કરે છે તથા દર્દીને શ્રેષ્ઠ પરિણામો આપવા વહેલાસર નિદાન અને સમયસર સારવારની ચાવીરૂપ ભૂમિકા પર ભાર મૂકે છે.

આ કાર્યક્રમમાં અગ્રણી ઑન્કોલોજિસ્ટોએ સમજણ આપતી ચર્ચાઓ કરી હતી, જેમણે કેન્સરનું વહેલાસર નિદાન કરતી ટેકનિકોમાં અદ્યતન પ્રગતિઓ પર જાણકારી આપી હતી. તેમણે આરોગ્યની સારવાર માટેની સેવાઓની સુલભતા માટેની આવશ્યક જરૂરિયાતો વ્યક્ત કરી હતી. આ મંચ પરથી સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલે ઉપસ્થિત લોકોને કેન્સરનાં ચિહ્નો, જોખમકારક પરિબળો અને નિવારણની અસરકારક વ્યૂહરચનાઓ પર જાણકારી આપી હતી. સમુદાયને વહેલાસર ચેતવણીનાં ચિહ્નો ઓળખવા અને ત્વરિત તબીબી સલાહ લેવા સક્ષમ બનાવ્યાં હતાં. સંયુક્તપણે આપણે કેન્સર સામેની લડાઈમાં ફરક પાડી શકીએ.

સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલના ફેસિલિટી ડાયરેક્ટર ડૉ. ચિંતન મહેતાએ કહ્યું હતું કે, "કેન્સરની સારવાર ફક્ત સારવાર નહીં, પણ આ જીવલેણ બિમારી અંગેની જાગૃતિ, સુલભતા અને સ્વાસ્થ્ય પ્રત્યેનો સક્રિય અભિગમ છે. આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરીને અમે નિવારણ અને વહેલાસર નિદાન પર આવશ્યક જાણકારીઓ વહેંચવાની સાથે એક સપોર્ટ સિસ્ટમ પણ ઊભી કરી છે, જે વ્યક્તિઓને તેમનાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને સમયસર તબીબી સારવાર લેવા પ્રોત્સાહન આપે છે. સ્ટર્લિંગમાં અમે ઉચિત માહિતી અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓની સુલભતા સાથે લોકોને સજ્જ કરીને સમુદાયમાં ફરક લાવવા કટિબદ્ધ છીએ.”

કેન્સરની સારવારમાં અગ્રણી તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ઑન્કોલોજીમાં હરણફાળ ભરી છે. વર્ષ 2014થી અત્યાર સુધી રેડિયેશન ઑન્કોલોજીમાં અંદાજે 4,320 દર્દીઓની, મેડિકલ ઑન્કોલોજીમાં 48,883 દર્દીઓની અને સર્જિકલ ઑન્કોલોજીમાં 1,550 દર્દીઓની સારવાર કરી છે. આ આંકડો સ્ટર્લિંગની તમામ શાખાઓમાં કેન્સરની સંપૂર્ણ સારવાર પ્રદાન કરવામાં કટિબદ્ધતા પર ભાર મૂકે છે તેમજ હોસ્પિટલનાં ગુણવત્તાયુક્ત, સુલભ હેલ્થકેર મારફતે દર્દીની શ્રેષ્ઠ સારવાર આપવાનાં અભિયાન પર ભાર મૂકે છે.

સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલના મેડિકલ ઑન્કોલોજિસ્ટ, કન્સલ્ટન્ટ ડૉ. મોહિત મોદી, એમડી (મેડિસિન), DINB (મેડિકલ ઑન્કોલોજી)એ કહ્યું હતું કે, "વહેલાસર નિદાનથી કેન્સરની સારવારમાં ફરક પડી શકે છે અને એટલે અમે સમુદાયને ચિહ્નોને ઓળખવા અને દર્દીને શ્રેષ્ઠ સારવાર મળે એ માટે સમયસર તબીબી સલાહ લેવા જાણકારી આપીએ છીએ.”

સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલનાં સર્જિકલ ઑન્કોલોજિસ્ટ, કન્સલ્ટન્ટ, ડૉ. નિકુંજ ચૌહાણ, એમએસ, FIAGES, DINB (સર્જિકલ ઑન્કોલોજી)એ કહ્યું હતું કે, "કેન્સરની જાગૃતિ ફક્ત હકીકતો નથી. પરંતુ તમારી સ્વાસ્થ્યનું નિયંત્રણ તમારાં હાથમાં લેવાની ચાવી છે. જોખમકારક પરિબળોની જાણકારી અને વહેલાસર ચેતવણીનાં સંકેતો લોકોને વધારે સક્રિય બનાવી શકે છે.”


આ પ્રકારની પહેલો મારફતે હોસ્પિટલનો આશય એવું વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં લોકો સ્વાસ્થ્ય વિશે શીખી શકે તથા જાણકાર બની શકે.

સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલનાં રેડિયેશન ઑન્કોલોજિસ્ટ, કન્સલ્ટન્ટ, એમડી ફિઝિશિયન, ડીએનબી રેડિયેશન, ઑન્કોલોજી ડૉ. હિરેન પૂજારાએ ઉમેર્યું હતું કે, "સ્ટર્લિંગમાં અમે દરેકને ઉચ્ચ- ગુણવત્તાયુક્ત કેન્સરની સારવાર આપવા કટિબદ્ધ છીએ. તમામ માટે નિવારણ અને વહેલાસર નિદાનને પ્રોત્સાહન આપવાની દિશામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જે અમારી વધુ એક પહેલ છે."

આ જાગૃતિ અભિયાન મારફતે હોસ્પિટલને સ્વાસ્થ્ય અને કેન્સરની સારવારના સક્રિય અભિગમને પ્રોત્સાહન આપવાની આશા છે. સમુદાયમાં કેન્સરનું ભારણ ઘટાડવા કામ કરવાની અપેક્ષા છે. અમે દરેકને આ મહત્વપૂર્ણ કામ માટે સહભાગી થવા અને કેન્સર સામેની લડાઈમાં એકમંચ પર આવવા અપીલ કરીએ છીએ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain