ડીસામાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતાં અને નકલી તેલ ખવડાવતા તત્વો સામે ફૂડ વિભાગની કાર્યવાહી
ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં નકલી તેલ અને ભેળસેળ વાળું તેલ બનાવવાની અનેક તેલની મીલો આવેલી છે જેમાં મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે ત્યારે હાલમાં દિવાળી જેવા પર્વ નિમિત્તે ફ્રુડ વિભાગ દ્વારા માત્ર નાટક કરવાના નામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં અનેક તેલ મિલોમાં બનાસકાંઠા ફ્રુટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જોકે આ મામલે ફૂડ વિભાગના અધિકારી ને કેટલી તેલ મિલોમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પૂછતા તેમણે આ મામલે કોઈપણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને ઉપરી અધિકારી ને પૂછી લો તેવા ઉડાઉ જવાબ આપ્યો હતો ત્યારે ડીસામાં તેલ મિલો માં ક્રુડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે
.jpg)
Post a Comment