દાંતા તાલુકા વિસ્તાર માં પુર જોર માં ફૂલી ફાલી રહી છે દેશી - વિદેશી દારૂ અને વરલી મટકા ની બદી.
દાંતા ના સિંઘમ પોલીસ સ્ટાફ ની રહેમ નજર...!!! કે પછી આંખ આડા કાન....???
પત્રકારો પર રોફ જમાવતી દાંતા પોલીસ બૂટલેગરો - સટ્ટા ના ધંધાર્થીઓ પર મહેરબાન???
થોડા દિવસ પહેલા દાંતા ના સિંઘમ જમાદાર મિર ખાન નો પ્રાઇવેટ ગાડી માં હપ્તો લેતો વિડિયો સામે આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ના તાલુકા મથક દાંતા વિસ્તાર માં પાછલા ઘણા સમય થી દેશી - વિદેશી દારૂ અને વરલી - મટકા, જુગાર ,સટ્ટા વગેરે ની બદી મોટા પાયે ફૂલી ફાલી છે જેના લીધે યુવાધન બરબાદી ના રસ્તે જઈ રહ્યો છે ત્યારે આ તાલુકા વિસ્તાર ની પોલીસ જાણે ઊંઘ માં છે કે પછી પોલીસ તંત્ર ની રહેમ નજર હેઠળ જ તાલુકા મથક અને આસ પાસ ના વિસ્તારો માં ગેરકાયદેસર કામ ના ધંધાર્થીઓ બેરોકટોક પોતાનો ધંધો કરી રહ્યા છે તે બાબત કાયદા અને વ્યવસ્થા ની જાળવણી કરતા પોલીસ તંત્ર ની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
દાંતા તાલુકા વિસ્તાર એ રાજસ્થાન ની સરહદ થી ૨૭ કી. મી. દૂર આવેલ છે જ્યાં ગુજરાત - રાજસ્થાન ની સરહદ યાત્રાધામ અંબાજી ની નજીક આવેલ છે ત્યારે કહેવાતા ગાંધી ના ગુજરાત માં ઠેર - ઠેર દેશી - વિદેશી દારૂ ક્યાંક ખૂણે ખાંચરે તો ક્યાંક ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે ત્યારે તાલુકા મથક દાંતા પણ આ બદી મોટા પાયે ફૂલી ફાલી છે જેના પરિણામ રૂપ દાંતા અને આસ પાસ ના વિસ્તાર માં દેશી - વિદેશી દારૂ નું વેચાણ મોટા પ્રમાણ માં થઈ રહ્યું છે જેની સાથે સાથે વરલી - મટકા જેવા ગેરકાયદેસર ધંધા પણ આ વિસ્તાર માં ચાલુ થયા છે ત્યારે જનસામાન્ય પર ખાકી વર્દી નો રોફ જમાવતા દાંતા પોલીસ સ્ટાફ ના સિંઘમ કર્મીઓ બેરોકટોક દારૂ અને વરલી મટકા જેવી બદીઓ ફેલાવી યુવાધન ને બરબાદી ના રસ્તે ચડાવતા બૂટલેગરો અને સટ્ટા ના ધંધાર્થીઓ સામે કેમ કોઈ પગલાં નથી લેતી તે પ્રશ્ન દાંતા ગામના જાગૃત નાગરિકો ના માનસ માં ઊભા થઈ રહ્યા છે.
એક તરફ રાજ્ય ના રેન્જ આઇ.જી. સાહેબ રાજ્ય માંથી દારૂ અને વરલી મટકા જેવા બદીઓ ને દૂર કરવા પ્રયત્નશીલ બન્યા છે ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તાર માં જ આ પ્રકાર ના ધંધાઓ ચાલી રહ્યા છે જેના લીધે કેટલાય પરિવારો બરબાદ થયા છે અને કેટલાય હજુ થશે તેનો અંદાજો નથી ત્યારે સામાન્ય માણસો અને જાગૃત પત્રકારો પર રોફ જમાવી કાયદા - વ્યવસ્થા ના નામે કનગડત કરતા દાંતા પોલીસ ના અમુક પોલીસ કર્મીઓ બૂટલેગરો અને સટ્ટા ધંધાર્થીઓ ના જાણે પ્યાદા બન્યા હોય તેમ હપ્તા વસૂલી કરી બદીઓ માં સાથ આપી ગેરકાયદેસર ધંધાર્થીઓ ને મોકળુ મેદાન આપતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તાર ની અંદર ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલા દેશી - વિદેશી દારૂ અને વરલી મટકા જેવી બદીઓ અંગે ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર લેખિત રજૂઆત સાથે પોલીસ સ્ટેશન ખાતે અરજીઓ પણ અપાઈ છે તેમ છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.જેના લીધે તાલુકા મથક કે જ્યાં સરકારી કચેરીઓ આવેલ છે અને અધિકારીઓની કાયમ હાજરી રહે છે તે જ વિસ્તાર માં કાયદા અને વ્યવસ્થા ના લીરે લીરા ઉડાવી બદી ફેલાવતા ધંધાર્થીઓ ને મોકળુ મેદાન અપાઈ રહ્યું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે .ત્યારે શું તાલુકા મથક દાંતા આ બદીઓ થી મુક્ત થશે ખરું કે પછી જેમ છે તેમજ ચાલશે તે જોવું રહ્યું.....
પત્રકારો પર રોફ જમાવતા દાંતા પોલીસ સ્ટાફ ના જમાદાર મિર ખાન પોતાની ગાડી માં હપ્તા ની વાતચીત કરતા નજરે પડ્યા હતા - દાંતા પોલીસ સ્ટાફ પણ રાજકારણીઓ ની જેમ ચર્ચા નું કેન્દ્ર બન્યો હોય તેમ કાયમ કઈક ને કઈક બાબતો માં પોલીસ તંત્ર નું નામ ઊછળતું રહે છે .ગત બે દિવસ પહેલા પિક અપ સ્ટેન્ડ ખાતે રતનપુર - ડીસા બસ માં બનેલ મારામારી ની ઘટના વખતે ઘટના માટે જવાબદાર ગુનેગારો ને પકડવા અને કાર્યવાહી કરવા ને બદલે ઘટના નું કવરેજ કરવા આવેલ સ્થાનિક પત્રકાર ને ગુનેગાર બનાવી હાજર લોકો વચ્ચે થી પકડી ને પોલીસ વાન માં બેસાડી લઈ જવાયા હતો, તો અન્ય એક કિસ્સા માં દાંતા પોલીસ સ્ટાફ ના સિંઘમ જમાદાર મિર ખાન પોતાની કાળા કાચ વાળી ગાડી માં બેસી બુટેલગર જોડે હપ્તા નક્કી કરતા કેમેરા ના કેદ થયા હતા ત્યારે કાયદા અને વ્યવસ્થા નું પાલન કરવાના બણગા ફુંકતું પોલીસ તંત્ર પોતેજ સરકારી પગાર ઉપરાંત વધારા ની આવક મેળવવા અને લોકો માં ડર ઊભો કરવા કેવા કામ કરે છે તે સામે આવી રહ્યું છે.
ત્યારે આ તમામ બાબતો અંગે જિલ્લા એસ.પી.સાહેબ અને ખાતા ના વડા અધિકારીઓ આવા ભ્રષ્ટ કર્મીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું જ રહ્યું.
Post a Comment