કંપનીના કાળા કારનામાં પર સવાલ તો પૂછાશે જ
ભચાઉ તાલુકા ના વાઢિંયા ગામની સીમમા આવેલ SRSS Agro નામ ની કંપની ની આંખ પરથી ક્યારે હટશે પટ્ટી?
ભચાઉ તાલુકા ના વાઢિંયા સીમમા આવેલ SRSS Agro કંપની દ્રારા કેમીકલ યુક્ત પાણી ખેતરોમાં છોડાવાથી ખેડુતો ના ખેતરોમાં થયુ નુકશાન શું ખરેખર કંપની પોતાના નિયમો નુ પાલન કેટલુ કરે છે કે મોટો પશ્ર? કંપની આવે તૌ આસ પાસ ના લોકો ને રોજગારી મળી રહે અને ગામના વિકાસ માટે સ્થાપના કરવામા આવતી હોય છે પંરતુ વાઢિંયા સીમમાં SRSS Agro કંપની ગામના ખેતરોને મોટા પાયે નુકશાન પહોચાડી રહ્યુ છે
આજે સૌથી મોટો ખુલાસો કરી રહ્યો છે. SRSS Agro કંપની દ્રારા કેમિકલને નીતિનિયમો નેવે મુકીને ખેતરોમાં નિકાલ કરાયો છે. કેમિકલ છોડવા માટે SRSS Agro કોને કોને ખરીદી લીધા? તે સવાલ ઉભો થઇ રહ્યો છે. પ્રદૂષણ અને ગંદકી બધાને દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતી? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે .SRSS Agro કંપની કેમિકલના ગેરકાયદેસર રીતે કેમિકલ છોડ્યું હતું.સામાન્ય ગટરમાં છોડી દેવાનું રહી છે અને પ્રદૂષણના સૌથી મોટા પાપીઓ આ કંપની કોની મહેરબાની થી કારોબાર ચલાવી રહ્યા છે.
પ્રદૂષણના સૌથી મોટા પાપને અત્યાર સુધી કોણે છૂપાવ્યું તે પણ સવાલ છે. SRSS કંપની કોના છૂપા આશીર્વાદે ચલાવે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છૂપાવ્યું? - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ






Post a Comment