અમદાવાદ : GMD આર્ટિસ્ટ અને ઈનફ્લુએન્સર એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : GMD આર્ટિસ્ટ અને ઈનફ્લુએન્સર એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ વસ્ત્રાલ શ્યામજી કૃષ્ણવર્મા હોલ ખાતે GMD આર્ટિસ્ટ અને ઈનફ્લુએન્સર એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે આઇપીએસ અજય ચૌધરી, જીગ્નેશ કવિરાજ, રોક સ્ટાર દેવ પગલી, વિશાલ બારોટ, વરદાન બારોટ, જીનલ રાવલ, ડો.સાંનયુક્તા પટેલ, દેવર્ષિ સિંઘલ, કૌશિક ભરવાડ, નિરવ વાઘેલા, નવઘણ મુંધવા, ગોપાલ ભરવાડ, વિપુલ સુસરા, રાધા બારોટ, ઉષા ભાટિયા, કમલેશ વૈદ્ય, હિના ઝાલા, નવઘણ રાઠોડ, રેખા રાઠોડ, હેતલ પારેખ, ભારતી બેન રાવત, સતીષ દેસાઈ, કલ્પેશ ભરવાડ, સન્ની દરબાર, મિલન વાઘેલાહાજર રહ્યા હતા.

આ એવોર્ડ સમારોહમાં ૨૮૧ નામી અનામી કલાકારોનું એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પત્રકાર તરીકે રિઝવાન આંબલીયા, યોગેશ પંચાલ, જયેશ રાઠોડ, જીતેન્દ્ર દવેને સન્માનિત કર્યા હતા. એવોર્ડ શોમાં ગાયક કલાકાર, કોમેડી કલાકાર, ડાન્સથી લોકોનું મન મોહી લીધું હતું,

એવોર્ડ સમારોહ પછી સરસ મજાનું ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર એવોર્ડનું આયોજન ગજેન્દ્ર સિંહ જાડેજા, મનન ભરવાડ, દિવ્યાંગ ગોસ્વામીએ કર્યું હતું - 

અહેવાલ - યોગેશ પંચાલ



0/Post a Comment/Comments

Stay Conneted

Domain