અંબાજી - ફાયર વિભાગ દ્વારા સીલ કરાયેલ હોટેલ ના માલિક દ્વારા ફાયર વિભાગ ના નિયમો નું ઉલ્લંઘન.
હોટેલ ક્રિષ્ના પેલેસ ને ફાયર સેફ્ટી એન્ડ એન. ઓ.સી ના કામ માટે સીલ ખોલી આપતા જ રૂમો ભરવાની કામગીરી શરૂ.
ફાયર સેફ્ટી ની કામગીરી થઇ નથી ત્યાં રૂમો ભરવાની ચાલુ કરાઇ, કોઈ ધટના સર્જાય તો જવાબદાર કોણ....?
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત માસે ફાયર સેફ્ટી વિભાગ ગાંધીનગર અને પાલનપુર દ્વારા અંબાજી ની હોટેલો અને ધર્મશાળાઓ ને ફાયર સેફ્ટી અંગે નોટિસો અપાઈ હતી જેમાં ફાયર સેફ્ટી અંગે હોટેલ - ધર્મશાળા માલિકો દ્વારા કામગીરી નહિ કરાતા કેટલીક હોટેલો અને ધર્મશાળાઓ ને સીલ મારવાની કામગીરી કરાઈ હતી.
જેમાં અંબાજી પોલીસ સ્ટેશન ની સામે ની લાઇન માં આવેલ હોટેલ ક્રિષ્ના પેલેસ ને સીલ કરાયા બાદ હોટેલ માં ફાયર સેફ્ટી અંગે ની કામગીરી કરવા માટે ફાયર વિભાગ દ્વારા સીલ ખોલી આપતા હોટેલ માલિકો દ્વારા ફાયર સેફ્ટી ની કામગીરી થયા પહેલા જ હોટેલ માં રૂમો ભરવાની શરૂ કરી હતી. આગામી સમય માં ભાદરવી પૂનમ નો મહા મેળો અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી ની કામગીરી માટે જે તે સીલ કરેલ એકમો ને ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન ની કામગીરી માટે સીલ કરેલ રૂમો ખોલી આપેલ છે ત્યારે હોટેલ માલિકો દ્વારા લોકો ની સુરક્ષા ને નેવે મૂકી પૈસા કમાવવા ની લાલચે ફાયર સેફ્ટી ની કામગીરી ને નેવે મૂકી રૂમો ભરવાની શરૂ કરી દીધી છે.ત્યારે જો પબ્લિક ના ઘસારા વચ્ચે કોઈ આગજન્ય ધટના સર્જય તો તેના માટે જવાબદાર કોણ???
સરકારશ્રી દ્વારા નોટિસો અને સીલ મારવાની કામગીરી તો કરાઇ પરંતુ ત્યારબાદ શું આ યાત્રિક એકમો ના માલિકો દ્વારા કોઈ કામગીરી શરૂ કરાઈ છે કે કેમ તે અંગે નું નિરીક્ષણ પણ જરૂરી બન્યું છે.જે બાબતે જો ઉણપ રખાશે કે પછી સેટિંગ બાજી ચાલશે તો કોઈ અકસ્માત સર્જાતા કે ઘટના માં ભોગ બનનાર નિર્દોષ યાત્રિકો ના જીવન બાબતે જવાબદાર કોણ? લાલચી હોટેલ માલિકો કે બેજવાબદાર તંત્ર.....?????

Post a Comment