દાંતા માં ખુલ્લેઆમ ચાલી રહેલી બે નંબર ધંધા પર પોલીસ ની રહેમ નજર
દાંતા તાલુકા માં અવરજવર વિવાદ માં ધેરાયેલા હોય છે ને દાંતા ના જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે ને દાંતા તાલુકા ના આજુબાજુ નો વિસ્તાર આદિવાસી ને પછાત વર્ગ વ્યકિત રહે ને તેમને દારૂ.જુગાર.વરલીમટકા જેવી રમતો ની ભોળી જનતાના ને રવાડે ચડાવી ને આ લોકો ભોગ બનતા હોય છે
દાંતા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ તેમજ વરલી મટકા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવા બાબત. સામે ભાદરવીનો મહા મેળો આવી રહ્યો છે. તે બાબતને ધ્યાને લઈ તાત્કાલીકના ધોરણે દાંતા અને આજુ બાજુ વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરવામાં આવે ગુજરાત રાજ્યમાં દારૂ બંધીનો કડક અમલ હોવા છતા દાંતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિંદેશી દારૂ તેમજ વરલી મટકા જેવી પ્રવૃતિઓ ચાલીરહી છે. જેના કારણે હાલનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે. તેમજ દારૂ જેવા નશાના કારણે નાના બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે. તેમજઘણી મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે. આવનાર સમયમા કોઈ બાળક પિતાની છત્ર છાયા ન ગુમાવે અને મહિલાઓ વિધવા નથાય તેબાબત ને ધ્યાને લઈ દાંતા પોલીસ વિસ્તાર માં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ તાત્કાલિકના ધોરણે બંધ કરવી.
તેના લઈને દાંતાના જાગૃત નાગરિક દ્વારા એસપી સાહેબ આઇ.જી સાહેબ લોકસભાની ના સાંસદ ગેની બેન ઠાકોર ને નશાબંધી વિભાગને આ અરજી મોકલી આપવામાં આવેલી છે તેથી તેમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને યુવાધન પેઢી બચાવવામાં આવે તે માટે આ તમામ અસામાજિક તત્વો દ્વારા આ બે નંબરી ધંધા બંધ કરાવવા માટે જાહેર અરજી કરેલી છે
ખાસ નોંધ: આ અરજી આપ્યા બાદ દાંતા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ ઓચલાવનારા અસામાજિક તત્વ અમારી સાથે કોઈ ગેરે વર્તન કરસે તો. તમામ જવાબદારી આપ સાહેબ શ્રી ની રહેશે.
(1) બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર
(2)એસ.પી કચેરી જોરાવર પેલેસ પાલનપુર
(3) રેન્જ આઈજી સાહેબ કચ્છ ભુજ
(4) નશાબંધી વિભાગ ગાંધીનગર
Post a Comment