દાંતા - દેના ગ્રામીણ બેંક ખાતે બેસતા આધાર કાર્ડ ઓપરેટરો દ્વારા બમણા પૈસા વસુલાત નો વધુ એક વીડિયો આવ્યો સામે.

દાંતા - દેના ગ્રામીણ બેંક ખાતે બેસતા આધાર કાર્ડ ઓપરેટરો દ્વારા બમણા પૈસા વસુલાત નો વધુ એક વીડિયો આવ્યો સામે.

ગ્રાહક પાસે થી રૂ.૧૨૦/- લઈ રૂ.૫૦/- ની પાવતી અપાય છે. મીડિયાકર્મી દ્વારા ભાવ અંગે તેમજ લીધેલ વધારા ની રકમ બાબતે પૂછતા ઓપરેટર અને પ્રાઇવેટ દુકાનદાર ઉશ્કેરાયા....

આધાર ઓપરેટર દ્વારા સરકાર / uidai એ અમારી જોડે નક્કી થયેલ પગાર અમને આપતા નથી નો કર્યો આક્ષેપ..

તાલુકા વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી આધારકાર્ડ ના નામે ચાલી રહ્યો છે લૂંટ નો કાળો કારોબાર.

સરકાર અમને પગાર આપતી નથી માટે જે ચાલે તે ચાલશે જ નું નિવેદન આપતા આધાર ઓપરેટર.

ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના તાલુકા મથક દાંતા ખાતે ગત રોજ આઇ. સી.ડી.એસ.ઘટક -૧ ખાતે બેસતા આધાર ઓપરેટર દ્વારા આધાર કાર્ડ કાઢવા તેમજ સુધારા અંગે લેવાતા બમણા ભાવ નો વિડિયો સામે આવ્યા બાદ આજ રોજ તાલુકા મથક ની દેના ગ્રામીણ બેંક શાખા માં બેસતા આધાર ઓપરેટર નો પણ વિડિયો સામે આવ્યો છે.

જેમાં આધાર ઓપરેટર દ્વારા આધાર કાર્ડ કાઢવા તેમજ સુધારા  વધારા ની કામગીરી માટે લોકો પાસે થી ઉઘાડી લૂંટ મચાવતા હોવા નું સામે આવ્યું છે.

દાંતા દેના ગ્રામીણ બેંક શાખા માં બેસતા ઓપરેટર અને બેંક ની નીચે આવેલ આધાર કાર્ડ ફોર્મ નું વિતરણ તેમજ ઓનલાઈન કામગીરી કરતા પ્રાઇવેટ દુકાનદાર ની સાંઠ ગાંઠ હોય તેમ આધાર કાર્ડ ના કામ માટે સૌ પહેલા ફોર્મ લઈ ભરવું પડતું હોય છે જેના માટે આધાર ઓપરેટર દ્વારા નીચે દુકાને થી ફોર્મ લઈ ભરી ને આપવા જણાવાય છે જેમાં નીચે દુકાન દાર જોડે જતા ફોર્મ ની પ્રિન્ટ કાઢી આપવાના નામે રૂ.૨૦ લેવાય છે ત્યાર બાદ આધાર કાર્ડ ની કામગીરી માટે રૂ.૧૨૦/- લેવાય છે.જ્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલા કામ ના દર મુજબ નવું આધાર કાર્ડ નિઃશુલ્ક , બાયોમેટ્રિક આઇડેંટીફિકેશન ના રૂ.૧૦૦/- 

તેમજ નામ,જાતિ,મોબાઈલ નંબર સુધારા,મોબાઈલ નંબર લિંક, વગેરે ના રૂ.૫૦/- નક્કી કરાયા છે જ્યારે અહીં તમામ કામ ના રૂ.૧૦૦ /- થી ૧૨૦/-  લેવાય છે જ્યારે કામ કર્યા બાદ નીકળતી પાવતી માત્ર રૂ.૫૦/- ની જ નીકળે છે તેમાં છતાં પણ આ ઓપરેટરો દ્વારા સરકારી દર કરતા વધારા નો ચાર્જ વસૂલવા માં આવી રહ્યો છે.જે અંગે દાંતા ના એક સજાગ મીડિયા કર્મી દ્વારા આધાર કામગીરી કરતા આધાર ઓપરેટરો  ને ત્યાં તપાસ કરતા આધાર ઓપરેટર અને પ્રાઇવેટ ઓનલાઈન કામ કરતા દુકાનદાર ઉશ્કેરાઈ ગયા હતા .

 જેમાં આધાર ઓપરેટર દ્વારા વધુ ભાવ લેવા બાબતે પૂછ પરછ કરતા આધાર ઓપરેટર દ્વારા તમારા થી થાય તે કરી લો, જેમ ચાલે છે તેમજ ચાલશે , સરકાર અમને અમારી જોડે નક્કી કર્યા મુજબ નો પગાર આપતી નથી તો શું કરીએ? જેવા નિવેદન આપ્યા હતા અને તમારે જે સોશ્યલ મીડિયા માં ચલાવવું હોય ત્યાં ચલાવી શકો છો અહીંયા તો આમ જ ચાલશે તેવું જણાવ્યું હતું.

ત્યારે આધાર ઓપરેટર દ્વારા કરાતા ગંભીર આક્ષેપો અને નિવેદન પર થી સરકારી કંપની દ્વારા શું ખરેખર આધાર ઓપરેટરો જોડે અન્યાય થઇ રહ્યો છે??  કે પછી વધારા ની આવક મેળવવા માટે ગરીબ પ્રજા ને છેતરતા અને લુખ્ખી દાદાગીરી કરતા આવા ઓપરેટરો uidai / સરકારી કંપની ના અધિકારીઓ ને  હપ્તા પહોંચાડી અધિકારીઓ ની રહેમ નજર અને ટેકા વડે બિન્દાસ્ત રીતે આધાર ના નામે કાળો કારોબાર ચલાવી રહ્યા છે ? 

આ સમગ્ર બાબતો અંગે જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આધારકાર્ડ ના નામે બેરોકટોક ચાલતા બમણા વસુલાત ના કારોબાર અંગે ઘણા બધા ખુલાસા થઈ શકે તેમ છ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain