ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે મો.ર.શૈ.ના દ્રારા આયોજિત ક્રિકેટ ટૂર્ના. માં જલજલા ટિમ ચેમ્પિયન બની

ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે મો.ર.શૈ.ના દ્રારા આયોજિત  

ક્રિકેટ ટૂર્ના. માં જલજલા ટિમ ચેમ્પિયન બની 

ભચાઉ તાલુકાના વાઢિંયા સર્વ સમાજમાં ભાઈચારો તંદુરસ્તી અને ખેલદિલી વધે અને અરસપરસ એકતા માં વધારો થાય અને બાળકોને કૌશલ્ય આગળ આવી ને પોતાની પ્રતિભા દર્શાવે તે માટે પ્રથમ વર્ષ આયોજન મો.ર.શૈ.ના દ્રારા ક્રિકેટ ટૂર્ના યોજાઇ હતી

સર્વ સમાજ ના નાના બાળકો ની ક્રિકેટ ટુર્નામેન્ટ નો આજે તારીખ ૨૮/૦૭/૨૦૨૪ રવિવાર ના આયોજન કરેલ જેમાં વાંઢીયા ગામની ચાર ટીમે ભાગ લીધેલ હતો. જેમા જલજલા ટીમ વિનર અને રનર્સ અપ ટીમ આંબેડકર ઇલેવન ટિમ બની હતી અને મેન ઓફ ધ સિરીઝ જયદીપ રાજગોર મેન ઓફ ધ મેચ ધ્રુવ ડી પરમાર રહ્યા હતા.

જેમા વાંઢીયા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કૃષ્ણદેવ સિંહ જાડેજા (ઠાકોર સાહેબ) દ્વારા બાળકો ને ટ્રોફી અને રોકડ ઇનામ આપી ઉત્સાહીત કરવામા આવેલ

સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન - મોહનભાઇ ,રમજુભાઈ, શૈલેષકુમાર, નાગજીભાઈ દ્વારા કરવામા આવેલ હતો અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ



 






0/Post a Comment/Comments

Stay Conneted

Domain