અભાજી ના મુખ્ય હાઈ - વે પર ખોદ કામ ના કારણે હેરાન થતા વાહન ચાલકો...
હાઈ - વે વિસ્તાર માં ઉભા કરેલ થાંભલા સુધી લાઈન પહોચાડવા ખોધેલ ખાડા ક્યારે પુરાશે.....????
ખોદ કામ દરમિયાન લોખંડ ના સળિયા બહાર નીકળતા અકસ્માત થવાની સંભાવના.
આર.& બી.વિભાગ દ્વારા રોડ પર કરાયેલ ખોદ કામ નું સમારકામ ક્યારે કરાશે.....?
શું કોઈ અકસ્માત સર્જાશે ત્યારે કે પછી વરસાદ પડતા ખાડા વધુ ઊંડા થશે ત્યારે....?????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્ય હાઈ - વે રોડ આર.& બી.વિભાગ દ્વારા રોડ વચ્ચે કેબલ લાઈન નાંખવા કરેલ ખોદ કામ ના લીધે રસ્તા પર ખાડા પડ્યા છે . જેના લીધે વાહનચાલકો ને ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.
અંબાજી ખાતે આગામી દિવસો માં ચાર રસ્તા ,ચોક , હાઈ - વે વિસ્તારો માં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા અર્થે ૫૧ શક્તિપીઠ સર્કલ થી જૂના નાકા વિસ્તાર,ગબ્બર સર્કલ સુધી ના મુખ્ય હાઈ - વે રોડ પર થાંભલા ઊભા કરાયા છે જેમાં મેઈન લાઈન ના કેબલ નાંખવા માટે મુખ્ય રોડ ની વચ માં ખોદ કામ કરેલ છે.જે બાદ ખોદેલ ખાડા નું સમારકામ નહિ કરાતા મુખ્ય હાઈ - વે રોડ જે આર. સી.સી નો બનેલ છે તેમાં ઊંડા ખાડા તેમજ લોખંડ ના સળિયા બહાર નીકળી ગયા છે .જેના લીધે મોટા તેમજ નાના વાહનચાલકો ને હેરાન થવું પડી રહ્યું છે.ગામ ના સ્થાનિકો ને તો ખાડા નો ખ્યાલ હોવા થી વાહન ધીમા પાડી ને પસાર થઈ રહ્યા છે પરંતુ આ રસ્તો એ મુખ્ય હાઈ - વે હોવા થી અહી બહાર થી આવતા યાત્રિકો પણ પસાર થતા હોય છે તો મોટા અને ભારે માલવાહક વાહનો પણ પસાર થતા હોય છે.ત્યારે આ રસ્તે ઝડપ થી પસાર થતી વખતે જો ખુલ્લા સળિયા કે ઊંડા ખાડા ને લીધે કોઈ અકસ્માત સર્જાય કે વાહન ને નુકસાની થાય તો તેના માટે જવાબદાર કોણ?
આર & બી વિભાગ હસ્તક આવતા મુખ્ય હાઈ - વે માર્ગો પર નિર્માણ અને સમારકામ કામગીરી ની જવાબદારી આર.& બી.વિભાગ ની છે. ત્યારે અહી થયેલ ખોદકામ ની કામગીરી ને અઠવાડિયા ઉપર નો સમય વીત્યા છતાં પણ આર.& બી વિભાગ ની આંખો ઉઘડતી નથી ત્યારે શું તંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માત સર્જાવાની રાહ જોવાય છે કે શું ? કે પછી આંખ આડા કાન કરી તંત્ર પોતાની મરજી મુજબ કામ કરશે તે પ્રશ્ન છે .
વધુ માં ગ્રામ પંચાયત વિભાગ દ્વારા જ્યારે પાણી ની પાઇપ લાઇન માટે ખોદ કામ કરાય છે તે બાબતે આર & બી.વિભાગ દ્વારા પ્રશ્નોત્તરી કરાય છે કે કોને પૂછી ને રોડ નું ખોદકામ કર્યું તો આર.& બી. વિભાગ પોતે કરેલા કામ અંગે ક્યારે સજાગ બનશે?????

Post a Comment