દાંતા માં નવા આધારકાર્ડ / અપડેટ ના નામે લૂંટ ચલાવતા ઓપરેટર..
દાંતા આઇ.સી.ડી.એસ. ઘટક એક માં ઓપરેટર લોકો જોડે કરી રહ્યો છે છેતરપિંડી.
અશરફ ખોરજીયા નામનો ઓપરેટર સરકારી નક્કી કરેલ ભાવ કરતાં બમણા પૈસા પડાવતો હોવાના થઈ રહ્યા છે આક્ષેપો આવા ઓપરેટરો સામે ખાતાકીય તપાસ કરાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.
દાંતા - ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના પછાત વિસ્તાર તરીકે ઓળખાતા દાંતા તાલુકા હસ્તક નાના મોટા 82 થી વધુ ગામ આવેલ છે.જેમાં સરકારી કાગળિયા,રેશન કાર્ડ , આધાર કાર્ડ ને લગતા તમામ કામ માટે પ્રજા ને તાલુકા મથક પર આશ્રિત રહેવું પડે છે .
ત્યારે સરકારી કચેરીઓ અને સરકારી અધિકારીઓ ની બેઠક ધરાવતું તાલુકા મથક દાંતા પણ અધિકારીઓ ની હાજરી માં તેમના હાથ નીચે ના મહેકમ ના કર્મીઓ દ્વારા ઉઘાડી લૂંટ મચાવતા હોવા ની રાડ ઉઠવા પામી છે.
દાંતા તાલુકા ખાતે આઇ.સી.ડી.એસ.ઘટક ૧ ખાતે આધાર કાર્ડ સુધારા - વધારા અને નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરાય છે.જ્યાં વહેલી સવાર થી જ લોકો ની લાંબી કતારો જોવા મળતી હોય છે ત્યારે આધાર કાર્ડ માં સુધારા ,મોબાઈલ નંબર લિંક ,કે પછી નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી અહી થાય છે જેમાં હાલ ના હાજર ઓપરેટર તરીકે અશરફ ખોરજિયા નામના વ્યક્તિ દ્વારા આ તમામ કામ અર્થે આવનારા લોકો પાસે થી બમણો ચાર્જ વસૂલતા હોવા ની રાવ ઉઠવા પામી છે.
આધાર કાર્ડ કંપની uidai દ્વારા નક્કી કરાયેલા ભાવ અનુસાર નવા આધાર કાર્ડ નો દર નિઃ શુલ્ક છે તો બાયોમેટ્રિક અપડેટ નો ભાવ રૂ.૧૦૦/- જ્યારે ફક્ત જન્મ તારીખ,નામ માં ફેરફાર , લિંગ, મોબાઈલ નંબર, મોબાઈલ નંબર લિંક , એડ્રેસ બદલવા નો સરકારી દર રૂ.૫૦/- છે જેના પણ આ ઓપરેટરો દ્વારા રૂ.૧૦૦/- લેવાઈ રહ્યા છે.ત્યારે લોકો પાસે થી સરકારી એજન્સી દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતાં પણ વધુ પૈસા પડાવવાનો ખેલ અહી ના ઓપરેટરોએ માંડ્યો છે.ત્યારે શું પછાત વિસ્તાર ની આદિવાસી અને અન્ય ગરીબ પ્રજા પાસે થી આવી રીતે ઉઘાડી લૂંટ ચલાવવી યોગ્ય છે??
તાલુકા વિસ્તાર ની પ્રજા ને સરકારી કામ માટે ઓળખ અને પુરાવા રજૂ કરવા આધાર કાર્ડ ફરજિયાત કરેલ છે ત્યારે અશરફ ખોરાજિયા અને તેમના જેવા અન્ય ઓપરેટરોએ મચાવેલ લૂંટ શું સરકારી અધિકારીઓ ની જાણ બહાર છે કે પછી આમાં પણ સરકારી અધિકારીઓ નો ભાગ પહોંચાડી બરોક ટોક ખુલ્લે આમ મનમરજી મુજબ પૈસા વસૂલતા આવા ઓપરેટરો પૈસા લઈ ને પણ ધક્કા ખવડાવતા હોવાની રાડ ઊઠી છે ત્યારે સરકારી નક્કી થયેલ ભાવ કરતાં બમણા પૈસા લેતા આવા ઓપરેટરો ની જો ખાતાકીય તપાસ થાય તો ઘણું બધું ઉજાગર થઈ શકે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Post a Comment