દાંતા માર્ગ પર લુખ્ખાઓનો ત્રાસ.

 દાંતા માર્ગ પર લુખ્ખાઓનો ત્રાસ.

મોબાઇલ ટોળકી સક્રિય રફ બાઈક ચાલકો વગર લાયસન્સે વાહનો જેમતેમ હંકારી રહ્યા છે 

શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામા આવે છે. અંબાજી ખાતે હાલમા લુખ્ખા તત્વોનો અડ્ડો દાંતા માર્ગ પર ભારે વધવા પામ્યો છે.અંબાજી થી દાંતા તરફ઼ જતા હાઈવે માર્ગ પર છેલ્લા કેટલાક મહિનાઓથી બાઈક પર આવતા લુખ્ખાઓ રસ્તે સાઇડ પર જતા વોકીંગ કરતા લોકોને ટારગેટ કરી મોબાઇલ ઝુંટવી ફરાર થઈ જાય છે. અંબાજી પોલીસ આટલા બધા બનાવો બન્યા બાદ પણ કુંભકર્ણ ની નીંદરમા જોવા મળી રહી છે.આસોપાલવ થી કોલેજ સુધી દાંતા માર્ગ પર સવાર અને સાંજે અંબાજીના લોકો રોડ સાઈડ પર ચાલવા નીકળે છે પરન્તુ સૌથી મોટી સમસ્યા રાત્રે આવે છે અને અંધારાના કારણે આવા લોફર દારૂડીયા લુખ્ખા તત્વો બાઈક પર આવીને મોબાઇલ ઝુંટવી ફરાર થઈ જાય છે.

અંબાજી ના ઘણા લોકો રાત્રે વધારે સંખ્યામાં દાંતા રોડ પર ચાલવા નીકળે છે ત્યારે કેટલાક લોકો મોબાઇલ ફોન પર વાત કરી ચાલતા હોય છે ત્યારે અંબાજી થી આસપાસ ના ગામોમા રહેતા કેટલાક લુખ્ખાઓ ઓવર સ્પીડ મા વાહન ચલાવી સામાન્ય જનતાને ભારે હેરાન પરેશાન કરે છે અને તેનાથી વઘુ વોકિંગ કરતા ઘણા લોકોના મોબાઇલ ઝુંટવી ફરાર થઈ જાય છે પણ આટલી બેદરકારી ઘટનાઓ વધવા છતા અંબાજી પોલીસ કોઈજ પગલા ભરતી નથી. મોબાઇલ ઝુંટવી લેતી ટોળકીના લુખ્ખાઓ લાયસન્સ વગર બાઇકો હંકારે છે અને અત્યાર સુધી 30 થી વધુ મોબાઇલ ફોન ઝુંટવી ફરાર થયેલા લુખ્ખાઓ સામે કોઇજ પગલા ભરવામા આવતા નથી.

છેલ્લા 2 વર્ષથી ટોળકી થઈ છે સક્રિય દાંતા માર્ગ પર લુખ્ખાઓ લાયસન્સ વગર બાઈકો લઈને શિકાર કરવા નિકળી પડે છે. અને સામાન્ય જનતાને વાહન હંકારવામા ભારે પરેશાની ઉભી કરે છે. આવા લુખાઓ સામે પોલીસ કેમ કડક થતી નથી.

અંબાજીઆસપાસના ગામોના લુખ્ખાઓ વગર લાયસન્સ થી ફાસ્ટવાહન ચલાવે છે અંબાજી થી આજુબાજુના કેટલાક લુખ્ખાઓ હાલમા પોતાના બાપનો રોડ હોય તેમ ફાસ્ટ અને ગલ્ફત રીતે વાહન ચલાવી સામાન્ય જનતાને અકસ્માત માટે આમંત્રણ આપે છે. પોલીસ દ્વારા આવા લોકોના લાયસન્સ ચેક કરવામા આવે. રાત્રે ઘણા સમયથી લાઈટો બંધ હોઈ મોબાઇલ લઇને ભાગી જાય છે આસાનીથી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain