કચ્છમા ચકચાર સર્જનાર સસ્પેન્ડેટ પોલીસ કર્મચારી નિતા ચૌધરી ગુજરાત એટીએસ ના હાથે ઝડપાઇ
કચ્છ સહિત ગુજરાતભરમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલા કિસ્સામાં ફરાર નિતા ચૌધરી અંતે ઝડપાઇ ગઇ છે. દારૂની હેરફેર સાથે પોલીસ પર કાર ચડાવવાના કેસમાં કાયદાકીય ઉતાર-ચડાવ વચ્ચે નિતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર થઇ હતી જેને કારણે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી હતી તેવામાં કચ્છ પોલીસ દ્રારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી અલગઅલગ ટીમ બનાવાઇ હતી પંરતુ તે હાથ લાગી ન હતી તેવામાં ગુજરાત એટીએસ એ તેને ઝડપી પાડી છે. પોલીસ સુત્રો તરફથી મળેલી વિગત મુજબ ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીંબડી પાસેના એક ગામમાં રોકાઈ હતી જયાથી ગુજરાત એટીએસ એ તેની ધરપકડ કરી છે સુત્રોનુ માનીએ તો આ ગામમાં દારૂ તથા કાર ચડાવવાના કેસમાં તેની સાથે સામેલ બુટલેગરનુ સાસરૂ છે. કચ્છ પોલીસ મહિલા કોન્સ્ટેબલનો હવાલો લઇ તેની વધુ પુછપરછ કરશે પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા સાગર બાગમારે જણાવ્યુ હતુ કે નિતાનો કબ્જો લઇ તેને જેલહવાલે કરવામાં આવશે

Post a Comment