કારગીલ વિજય દિવસ' ની 25મી વર્ષગાંઠ નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઓનલાઇન 'રંગ દે વીર' ઇવેન્ટનું આયોજન
કલા, સાહિત્ય , શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા ચલાવતા 'સમન્વય' ગ્રુપ દ્વારા 'કારગીલ વિજય દિવસ' ની 25મી વર્ષગાંઠ નિમિત્તે ૧૨ વર્ષ સુધીના કચ્છના વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક - માધ્યમિક શિક્ષકો માટે ઓનલાઇન 'રંગ દે વિર ' ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં બાળકો 'કારગિલ વિજય' અનુરૂપ ચિત્ર બનાવશે તેમજ શિક્ષકો રાષ્ટ્રને સમર્પિત જેવાકે , મહાપુરુષોના ચિત્રો, કારગિલને લગતા ચિત્રો કે અન્ય રાષ્ટ્રને લગતાં ચિત્રો બનાવશે.
આ સ્પર્ધા કારગિલ દિવસ (26 જુલાઈ 2024) થી શરૂ કરીને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ 2024) સુધી ચાલુ રહેશે.
૧૨ વર્ષ સુધીના અને 12 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓએ ધૈર્ય છાયા, વોટ્સઅપ નંબર: ૯૯૯૮૧૫૪૧૩૨ તેમજ મમતા જોશી : વોટ્સઅપ નંબર:૯૭૨૭૫૧૯૧૭૩ પર ચિત્રો મોકલવાના રહેશે. જયારે શિક્ષકોએ અજય પરમાર વોટ્સઅપ નંબર:૭૫૭૫૦૭૭૩૭૫ તેમજ દીપ્તિ ગોર વોટ્સઅપ નંબર:૯૯૭૯૧૬૯૦૮૩ પર ચિત્રો મોકલવાના રહેશે. 'ઓલ કચ્છ ઓપન ઓનલાઈન પેઈન્ટિંગ કોમ્પિટિશન' માટે કોઈ ફી નથી. દરેકે ચિત્ર લેન્ડસ્કેપમાં બનાવવાનું રહેશે. ચિત્ર મોકલવાની છેલ્લી તારીખ : 15/08 છે.
વિદ્યાર્થીઓની કેટેગરી માંથી 25 ચિત્રો પસંદ કરવામાં આવશે જયારે શિક્ષક કેટેગરીમાં 15 ચિત્રો પસંદ કરવામાં આવશે. પસંદ કરાયલા સ્પર્ધકોને E- સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ ઇવેન્ટમાં ગ્રુપ કોર્ડીનેટર તરીકે ઇવા સોની, કલ્યાણ ગઢવી,મોહન જોશી સેવા આપી રહ્યા છે.

Post a Comment