ભચાઉ તાલુકાના શિકારપુર ગામે વરસાદમાં ઘરમાં પાણી ધુશિયા
ભચાઉ તાલુકાના શિકારપુર ગામે વરસાદની સાથે સાથે ગટરનુ દુષિત વહેતુ પાણી ગંદગી ફેલાવતા ગંદુ ગટરનુ પાણીનાં લીધે ભયંકર રોગ ચાળો ફેલાવવાની દહેશત
કચ્છ :- ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં વરસાદનું પાણી અને ગટરનુ દુષિત વહેતુ પાણી ગંદગી ફેલાવતા કાયમી ધોરણે ગંદુ ગટરનુ પાણી વહેતા રોગચાળો ફેલાવવાની દહેશત હોઈ જવાબદારો સામે પગલા ક્યારે ભરાશે
લોકો આ ગંદગીમાંથી પસાર થતા આરોગ્યને જીવનો જોખમ હોઈ મચ્છર રોગ ફેલાવતા હોઈ જીવલેણ બીમારીના ભોગ બને તેમનાથી પહેલા સત્વરે ગટરના પાણીને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. ગટરનુ દુષિત ગંદુ પાણી વહે છે
જયારે ગુજરાત સરકાર સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો દરેક ગ્રામ પંચાયતને ફાળવતી હોય છે તેમજ સ્થાનીક ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ માટે કરવેરા વસુલાત કરવામાં આવતા હોય છે વેરા વસુલાત કરીને કોઈપણ જગ્યાએ સફાઈ કરવામાં આવતી નથી એવી ચર્ચાઓ ઉઠવા પામી છે માત્ર કરવેરા વસુલાત કરીને લાખો રૂપિયા પ્રજાના કયા જાય છે
આથી આ વરસાદના પાણીથી ગંદગી હવે ભયાનક મહામારી રોગ ચાળો ફેલાવે તેવી ગંભીર બીમારીઓનુ સ્વરૂપ ધારણ કરે તેમના પહેલા ગંદા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેમજ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ટીમ મારફતે યોગ્ય તપાસ તાત્કાલિક ધોરણે કરીને જવાબદારો સરપંચશ્રી/સભ્યશ્રીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવેલ હોઈ તેમની સામે ગુજરાત પંચાયત અધિનીયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે સરપંચશ્રીની પ્રથમ જવાબદારી હોય છે તેમ છતા ફરજ પ્રત્યે બેદરકારી દાખવે છે




Post a Comment